વાંસદા: ગતરોજ વાંસદાના મનપુર ગામના વચલા ફળીયામાં રહેતા કોલખુંભાઈ પોસલુંભાઈ જાદવના ઘરે મધ્ય રાત્રીના સમયે લગભગ 1:00 વાગ્યા બાજુ હિંસક દીપડાએ એક ગાયના વાછરડા પર જીવલેણ હુમલો કર્યાની ઘટના બહાર આવી છે.

જુઓ વિડીયો..

Decision News વાત કરતાં વાંસદા મનપુર ગામના નિકુંજભાઈ જણાવે છે કે અમારા વિસ્તારમાં ખુલ્લામાં ફરી રહેલા ખુંખાર દીપડાના કારણે રાત્રીના સમયે ખેતરોમાં રખોપુ કરવા જવામાં ખેડૂતોને હુમલાની દહેશત સાથે ભય સતાવી રહ્યો છે. અમે વનવિભાગને અપીલ કરીએ છીએ કે અમારા ગ્રામ્ય વિસ્તારોમાંથી આ હિંસક દીપડાઓનો ત્રાસ કાયમી માટે દુર કરવામાં આવે. આજે પાલતું પશુનો દીપડાએ શિકાર કર્યો છે આવનારા સમયમાં આ દીપડો માનવભક્ષી બનશે એનો અમને ડર છે.

Bookmark Now (0)