તિલકવાડા: વર્તમાન સમયમાં યુવાનો નાની નાની બાબતોમાં માઠું લગાડી આપઘાત કરી લેતા હોય છે તેના દાખલો  ગતરોજ તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ગામમાં માસીના ઘરે લગ્નમાં જવાની પિતાએ ના પાડતાં પુત્રએ આપઘાત કરીના સમાચાર મળ્યા તે કહી શકાય.

Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદાના જિલ્લાના ચિત્રાખાડી ગામના બારીયા ફળિયામાં રહેતા ભયલાલ તડવીએ પોતાના 20 વર્ષીય પુત્ર રાજેન્દ્ર ભાયલાલ તડવીને કહ્યું કે તારે તારી માસીના ઘરે લગ્નમાં જવાનું નથી એમ કહેતા રાજેન્દ્રને માઠું લાગી આવતાં તેને પોતાના ઘરમાં રહેલી કપાસમાં કીટનાશક ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.

આ આપઘાત પાછળના સત્યના શું કારણો છે તેની તિલકવાડા તાલુકાની પોલીસ તપાસ કરી રહી છે આવનારા સમયમાં એના ભેદી સત્યો બહાર આવશે.