પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: વાંસદા તાલુકામાં ટ્રાફિકની સમસ્યા વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે ત્યારે રસ્તાની આસપાસ ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણોને ગઈકાલ એટલે કે સોમવારના રોજથી દૂર કરવાની કામગીરી વાંસદા ગ્રામ પંચાયત હાથ ધરનાર છે એવી જાહેરાત કરવામાં આવી છે.

વાંસદામાં ટ્રાફિકની સમસ્યા લીધે લોકોમાં ભારે આક્રોશ છે. ઘણી વખત આ મામલામાં તંત્રને રજુવાત કરવામાં આવી પણ તંત્ર તરફથી કોઈ કડક પગલાં ન લેવામાં આવતા લોકોની મુશ્કેલી જેમની તેમ રહી છે હવે વાંસદા ગ્રામપંચાયત આ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મુહિમ ઉપાડી છે પંચાયત દ્વારા કહેવામાં આવ્યું છે જો રસ્તાની આસપાસ રહેલા દબાણો જેન કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે એ દુર કરવામાં આવે તો સોમવારે દૂર કરવાની કામગીરી વાંસદા ગ્રામ પંચાયત કરશે.

Decision News ને મળેલી માહિતી મુજબ શનિવારના રોજ વાંસદા ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને કમિટી દ્વારા દબાણ કરનાર વ્યક્તિ પાસે રૂબરૂ જઈ દબાણ દુર કહ્યું હતું. આ પહેલા પણ દબાણ દુર કરવા ગ્રામ પંચાયતે પ્રચાર-પ્રસાર કર્યો હતો પણ કઈ જ ફર્ક ન પડતા હવે ગઈકાલે દબાણખોરોએ દબાણ ન હટાવ્યું હશે ત્યાં ગ્રામપંચાયત દબાણ હટાવી દેશે.