નર્મદા: ગતરોજ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં નર્મદા જિલ્લાના તમામ હોદેદારો હાજર રહેલા જોવા મળ્યા હતા. સ્વામિત્વ યોજના અંગે નર્મદા જિલ્લાને ધ્યાનમાં રાખીને ઘણી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
Decision Newsને મળતી માહિતી મુજબ સરકારે સ્વામિત્વ યોજના દ્વારા એટલે કે, ડ્રોન કેમેરા દ્વારા સર્વે કરીને પ્રોપટી કાર્ડ સરકાર દ્વારા આપવામાં આવતાં હોય, જેનાથી લાભાર્થી પોતા માટે લોન કે ધિરાણો મેળવી શકે ડ્રોન સર્વે કેવીરીતે થાય તેની સામાન્ય સમજણ વિષે ચર્ચામાં વિગતવાર માહિતી, આપતા જણાયું હતું કે, મિલકતની ફરતે ચુનાની લાઇનની બાઉન્ડ્રી બનાવાશે. જેનો ડ્રોનની મદદથી ફોટો સર્વે કરી મિલકતનો નકશો બનાવી માપણી કરી નકશા તૈયાર કરાશે.
પરંતુ આદિવાસી વિસ્તારોમાં ઘણા આદિવાસીઓએ સ્વામિત્વ યોજના ( ડ્રોન સર્વે ) નો વિરોધ પણ નોધાવ્યો છે. સ્વામિત્વ યોજનાનો ઉદેશ શું છે તેની માહિતી લોકો સુધી કેમ પહોચાડવી વિગતે ચર્ચા કરવામાં આવી.
જમીનના માલિકોને કાયદાકીય હક્કો મળી શકશે. તથા ગ્રામીણ વિસ્તારના લોકોને આર્થિક સંપત્તિ તરીકે મિલકતનો લાભ મળશે. જ્યારે આ સરવે થકી ગ્રામીણ આયોજન માટે જમીન રેકોર્ડ સચોટ બનાવવા, મિલકત વેરા નક્કી કરવા, ગામના સંપત્તિ વિવાદ અને કાનૂની કેસોમાં ઘટાડો થશે.

