વ્યારા: સોનગઢના મોટા આમલપાડા ગામે કંટ્રોલ ફળિયામાં રહેતા ઈશ્વર સિંગા વસાવાના ઘરેથી ભાતના પુળિયામાં સંતાડેલો દેશી કટ્ટો મળી આવતાં પોલીસે બિનઅધિકૃત હથિયાર રાખવાથી વોન્ટેડ જાહેર કરાયો.

Decision Newsને મળેલી માહિતી મુજબ સોનગઢના મોટા આમલપાડા રહેતા ઈશ્વર સિંગા વસાવાના ઘરેથી પોલીસને બાતમીના આધારે 6 ફેબ્રુઆરીએ આરોપીના ઘરની આસપાસ તપાસ કરતા ભાતના પુળિયામાં સંતાડેલો દેશી કટ્ટો મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. વોન્ટેડ આરોપીને પોતાના વિસ્તારમાં ઈશ્વર દાદા તરીકે પણ ઓળખ ધરાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

પોલીસે બાતમીના આધારે તપાસ કરતા દેશી કટ્ટો મળતા આરોપી ઘરે હાજર ન હોવાથી પોલીસે વોન્ટેડ જાહેર કરેલો છે. ઘરમાં ઈશ્વર વસાવાની પત્ની રામીબેન વસાવા અને પુત્રી રસીલા હાજર હતાં પોલીસે દેશી કટ્ટાની લગભગ 10 હજાર કિમતનો હોવાનું અનુમાન લગાવ્યું છે.