ડાંગ: જિલ્લાના આદિવાસી શ્રમિકો રોજગારી માટે મહારાષ્ટ્રના સતારા ખાતે મજુરી અર્થે ગયા હતા. તેમણે ત્યાના બારામતી નજીક 14 જેટલા મોટા માળુંગા ગામના આદિવાસી શ્રમિકોને બંધક બનાવ્યા છે. તેમ તેમના ઘરના પરિવારે જણાવેલ હતું.

Decision News ગુજરાતીને મળતી માહિતી મુજબ ડાંગ જીલ્લાના આદિવાસી ઉપર અત્યાચાર વધતોને વધતો જ જાય છે, અત્યાચારો બંધ થવાના નામ જ લેતા નથી. ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના 2 આદિવાસી યુવાનના મોત જયારે દાડમના બાગમાં કામ કરીને પરત ફરતા ડાંગના આદિવાસી યુવાનો પર અમદાવાદ પોલીસે ઢોર માર માર્યો હોવાની ઘટના અને વઘઈ ખાતે આદિવાસી હોમગાર્ડ યુવતી ફરજ પર અજાણ્યા શખ્સે કરેલી જાતીય ટિપ્પણી કેટલી યોગ્ય ગણાય.

પરિવારે પોતાના સ્વજનોને પરત લાવવા માટે ડાંગના તંત્ર અને સત્તાધારી પક્ષને રજુઆત કરી. જેથી ડાંગનું વહીવટી તંત્ર અને મહારાષ્ટ્રનું વહીવટી તંત્ર કામે લાગી ગયું, પરંતુ મહારાષ્ટ્રના વહીવટી તંત્ર પાસેથી ચોંકાવનારી માહિતી મળતા ડાંગમાં રહેતા તેમના સ્વજનો ચિંતામાં અને મુંઝવણમાં મુકાઈ ગયા છે.

મહારાષ્ટ્ર વહીવટી તંત્ર તરફથી જણાવવામાં આવ્યું કે આવી કોઈ પ્રકારની ઘટના બની નથી, જે 14 આદિવાસી શ્રમિકોની વાત કરો છો, તે ત્યાના ખેડૂત સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને જઈને પોતાનો જવાબ આપી દીધો છે. કે, અમને કોઈ પ્રકારનું દબાણ કે ધાકધમકી આપી નથી અમે પોતે ત્યાં રહીએ છીએ, ત્યાના ખેડૂતે પણ નિવેદન આપતા જણાવ્યું કે, શ્રમિકોને કોઈ પ્રકારનો ધાક કે ધમકી આપવામાં આવી નથી, તે પોતાની મરજીથી ત્યાં રહેતા છે, તે પ્રકારનું નિવેદન આપ્યું હતું.

ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારો ચિંતામાં મુકાઇ ગયા છે. એક બાજુ 14 શ્રમિકો પાસેથી રૂપિયા વસુલ કરવા માટે તેમણી કીડની કાડીને અને વેચીને રૂપિયા વસુલ કરીશું, તેમ પરિવારે નિવેદન આપતા પોતાના પરિવારના સભ્યોને પરત વતન વાપસીની તજવીજ હાથ ધરી, પરંતુ હજી સફળતા મળી નથી. પરીવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.