ભરૂચ: ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં પાક્કા ઘર ન હોવાના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. અને ક્યારેક તો નુકસાન પણ વેઠવો પડે છે. તેવી જ ઘટના ભરૂચ જીલ્લાના કિમોજ ગામમાં જર્જરિત મકાનની દિવાલ તુટી પડતા નજીકમાં રમત રમતો કિશોરનું મોત થયુ હતુ.

Decision Newsને મળતી માહિતી પ્રમાણે ગતરોજ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામમાં અચાનક જર્જરિત મકાનની દિવાલ તુટી પડી હતી. જેમાં દીવાલ પાસે રમત રમતો ૧૪ વર્ષનો કિશોરનું ઘટના સ્થળે મોત થયું હતું. તે સંદર્ભ કાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

રવિવારે બપોરના સમયે ઘણા બાળકો દિવાલ પાસે રમત રમી રહ્યા હતાં. તે સમયે અચાનક મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. દિવાલના કાટમાળ નીચે ત્યા રમત રમી રહેલો ઇરફાન જાકીર દિવાન નામનો ૧૪ વર્ષનો કિશોર દટાઇ ગયો હતો. દીવાલ તૂટવાનો આવાજ સંભાળીને નજીકના લોકો આ સ્થળે દોડી આવ્યા હતા. દીવાલ નીચે દટાયેલ કિશોરને ગ્રામજનોએ ઘણી મસકત બાદ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. કિશોરને બહાર કાઢતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા કાવી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.