છોટાઉદેપુર: રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા વિદ્યાર્થીના હિત માટે રદ કરવામાં આવી હતી, તેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા છોટાઉદેપુરના કલેકટરને રાજ્યના પરીક્ષાની તયારી કરતાં વિદ્યાર્થીના હિત માટે આવેદનપત્ર આપવામાં આવેલું હતું.
Decision News ગુજરાતીને મળતી માહિતી અનુસાર ગતરોજ છોટાઉદેપુરના કલેકટરને કોંગ્રેસના નેતાઓએ 29 જાન્યુઆરીના રોજ જુનિયર કલાર્ક (વહીવટી હિસાબ) ની પરીક્ષા યોજાનાર હતી. જે રદ કરવામાં આવતા 9 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરવામાં આવેલ તે મહદંશે કેટલું યોગ્ય ગણાય, તેના માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા છોટાઉદેપુરના કલેકટરને ગતરોજ આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
કોંગ્રેસના નેતા રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, અને સંગ્રામસિંહ રાઠવાની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પેપર લીકની વારંવાર ઘટના રાજ્યમાં બનતી જ હોય છે. જેના લીધે વિદ્યાર્થીના સપના રોળાય, પેપર લીક કરનાર ઇસમો ઉપર યોગ્ય કાર્યવાહી કરી એક સારો દાખલો બેસાડવામાં આવે, જેથી વારંવાર આવી ઘટના બનતી અટકે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને.