નવી દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ ઘટાડવામાં અને પર્યાવરણની જાળવણી ઉપરાંત મોંઘા ક્રુડતેલની આયાત પણ ઓછી થાય તેવા નિર્ણયના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઈ-20 એટલે કે 20% ઈથનોલ મિશ્રીત પેટ્રોલ દેશભરમાં મળશે.
મીડિયા રીપોર્ટ અનુસાર પ્રારંભમાં દિલ્હી અને તેના આસપાસના 67 પેટ્રોલ પંપ પર પાઈલોટ પ્રોજેકટ હેઠળ આ પેટ્રોલ મળશે અને તબકકાવાર તે દેશભરમાં ઉપલબ્ધ બનાવાશે. દેશમાં હાલ 10%નું ઈથનોલ બ્લેન્ડીંગ થાય છે જે તબકકાવાર 20% સુધી લઈ જવાશે.
આગામી બે વર્ષમાં દેશભરમાં આ પ્રકારનું પેટ્રોલ મળશે. આ સિવાય મોદી સોલાર-ઈલેકટ્રીક કુક ટોપ પણ લોન્ચ કરશે. જે એક ઓછા ખર્ચનું અને ઈંધણ બચાવતું રસોઈનું સાધન બનશે. લોકોની મુસાફરીની મોંઘવારીમાં ઈ-20 એટલે કે 20% ઈથનોલ મિશ્રીત પેટ્રોલ કેટલી હળવાસ કરશે એ જોવું રહ્યું.











