વિચારમંચ: મેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીના શેરોને ત્રાટકેલી સુનામીએ ગૌતમ અદાણીના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે હવે અફવાઓ ઉડી રહી છે કે રેમન મેગ્સેસે પુરસ્કારીત પત્રકાર રવીશ કુમારનો હાથ હોવાની સોશ્યલ મીડિયા પર અફવાઓનો દોર શરુ થઇ ગયો છે.

અફવાઓમાં જોઈએ તો રવીશ કુમારને NDTV માંથી કાઢી મુકવાના કારણે રવીશએ અદાણીને બરબાદ કરવા માટે મેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની ઓફિસની સાત વખત મુલાકાત લીધી હતી. એક મહિના સુધી ન્યુયોર્ક રહ્યો અને આ સમયે તેમની બે બે કલાકની બેઠકો થઇ. અને રવીશ આ બધી રીપોર્ટ તૈયાર કરી છે વગેરે અફવાઓ સોશ્યલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

આ અંગે રવીશ કુમાર જણાવે છે કે IT સેલની આ બધી વાતો પર એ લોકો ઈચ્છે છે કે આપ વિશ્વાસ કરો. એ લોકો નથી ઈચ્છાતા કે તમે આ રીપોર્ટને વાચી લો કે આ દેશમાં શું થઇ રહ્યું છે તેઓ ઈચ્છે છે કે તમે એ સવાલોને પૂછો કે દુનિયાભરમાં ભારતની ઈજ્જત દાવ પર લાગી છે અને ભારતની એજન્સીઓ કઈ બોલી નથી રહી શું તમે ધર્મની રાજનીતિમાં આ બધું જોવાનું બંધ કરી દેશો, તમારી આંખો ની સામે આ ભ્રષ્ટાચારનો કથિત સ્તરે આટલો મોટો આરોપ લાગ્યો છે આપ બિલકુલ એ નહિ જુઓ લાખો કરોડો રૂપિયાના આરોપ લાગ્યા છે એને છોડી તમારા માટે એ મહત્વનું છે કે હું ગયો હતો હિંડનબર્ગ ઓફીસ..અને મેં જઈને એ રીપોર્ટ તૈયાર કરાવી છે સાત વખત મળ્યો છું

રવીશે વધુમાં કહ્ય કે તમે અફવાઓથી મને આઝાદ કરો, ધર્મની રાજનીતિ, રાજનીતિમ જ્યારે ધર્મનો પ્રવેશ થાય છે ત્યારે રાજનીતિ ધાર્મિક નહિ થતી એની નૈતિકતા કોઈ સારી નથી થઇ જતી, યારે પણ રજનિતિમાં ધર્મ આવે છે ત્યારે રાજનીતિ જે પહેલેથી જ અનૈતિક હોય છે તે વધારે પ્રમાણમાં અનૈતિક થઇ જાય છે, રાજનીતિ દુષ્ટ થઇ જાય છે, બદમાસ થઇ જાય છે અને એ જનતાને બેવકૂફ બનાવે છે, જનતા ધર્મના નામ પર બેવકૂફ બને છે, એ બની ગઈ છે, એનું જ આ પ્રમાણ છે કે મને NDTV થી કાઢી મુકવામાં આવ્યો અને હું ન્યુયોર્ક જતો રહ્યો જ્યારે હું તો ઘરે જ હતો અને એક મહિના ન્યૂયોર્કમાં રહ્યો.. અને હું હિંડનબર્ગ ઓફીસ સાત વખત ગયો હતો.. કમાલની વાત છે.. આવી બકવાસ અફવાઓમાં ન પડો