સાગબારા: ગતરોજ સવારે 10.45 ના સમયગાળા દરમિયાન સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામમાં આવેલા મંજુલાબેન વિજેસિંગભાઈ વસાવા અને વિરલભાઈ વિજેસિંગભાઈ વસાવાના બે કાચા ઘરોમાં અચાનક આકસ્મિક આગ લાગતા બળીને સ્વાહા થઇ જવા પામ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ઘરમાં લાગેલી આ વિકરાળ આગમાં મંજુલાબેનના ઘરમાં અંદાજીત 13,22,750 રૂપિયાનું વિરલભાઈ વિજેસિંગભાઈ વસાવાના ઘરમાં અંદાજીત 4,45,000 રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલમાં આ આકસ્મિક આગની ઘટના કેવી રીતે બની તેની પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી. પણ ઘરવખરી આગમાં બળીને ખાખ થયાના કારણે પરિવાર રસ્તા પર આવી ગયા છે એમ કહેવામાં ખોટું નથી. હવે આ નુકશાન માટે સરકારી તંત્ર સહાયભૂત બનશે કે કેમ ? એ પણ એક પ્રશ્ન છે.