ન્યાયતંત્રના ઈતિહાસમાં એક નવા અધ્યાયનું પ્રથમ પાનું 4 ફેબ્રુઆરી, શનિવારે લખાવવા જી રહ્યું છે વાત એમ છે કે 73માં વર્ષમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટ તેનો સ્થાપના દિવસ ઉજવશે. સિંગાપોર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સુંદરેશ મેનન 4 ફેબ્રુઆરીએ આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વક્તવ્ય આપશે.
સુત્રોના પાસેથી મળેલી માહિતી મુજબ સિંગાપોર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ સુંદરેશ મેનન આ ઉજવણીમાં જે વ્યાખ્યાન આપશે તેનો વિષય હશે – બદલાતી દુનિયામાં ન્યાયતંત્રની ભૂમિકા. આ સમારોહનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેથી દેશના દૂરના વિસ્તારોમાં હાજર નાગરિકો અને ખાસ કરીને યુવાનો તેનાથી જોડાયેલા અને જાગૃત બની શકે.
CJI ચંદ્રચુડે સિંગાપોરના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનનને સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા વિનંતી કરી હતી. કારણ કે જસ્ટિસ મેનન ભારતીય મૂળના છે અને કાયદા અને ન્યાયશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન પણ છે. આ ઉજવણી યાદગાર બનાવવાણી સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.