નવીન: ગતરોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજુ થયેલા નાણાકીય વર્ષ 2023-24નું બજેટને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘મિત્ર કાલ’નું બજેટ ગણાવ્યું છે. રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસ અનેક દિગ્ગજ નેતાઓએ બજેટને લઈને પોતાના મંતવ્ય આપ્યા હતા.

રાહુલ ગાંધીએ બજેટની આકરી ટીકા કરતા ટ્વીટ કર્યું હતું કે, મૈત્રીપૂર્ણ બજેટ – નોકરીઓનું સર્જન કરવા માટે કોઈ વિઝન નથી, મોંઘવારીનો સામનો કરવાની કોઈ યોજના નથી, અસમાનતાને દૂર કરવાનો કોઈ ઈરાદો નથી. 1% સૌથી અમીર 40% સંપત્તિ, 50% સૌથી ગરીબ 64% GST પગાર, 42% યુવા બેરોજગાર- છતાં પીએમને કોઈ પરવા નથી. આ બજેટ સાબિત કરે છે કે સરકાર પાસે ભારતના ભવિષ્યના નિર્માણ માટે કોઈ રોડમેપ નથી. કેન્દ્ર સરકારે બજેટને ‘અમૃતકાલ બજેટ’ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, મોદી સરકારનું બજેટ-2023 અમૃતકલનો મજબૂત પાયો નાખવાનું બજેટ છે.

રાહુલ ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ બજેટની ટીકા કરતા… કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યું હતું કે, ગયા વર્ષના બજેટમાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનરેગા અને અનુસૂચિત જાતિઓ માટે કલ્યાણ સંબંધિત ફાળવણી માટે પ્રશંસા મેળવી હતી. આજે વાસ્તવિકતા જાણીતી છે. વાસ્તવિક ખર્ચ બજેટ કરતા ઘણો ઓછો છે. તેમણે દાવો કર્યો હતો કે હેડલાઇન મેનેજમેન્ટ – ઓવર પ્રોમીસ, અંડર ડિલિવર માટે આ મોદીની ‘OPED’ વ્યૂહરચના છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારનું બજેટ ભારતીય જનતા પાર્ટી (BJP)માં સતત ઘટી રહેલા લોકોના વિશ્વાસનો પુરાવો છે અને માત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રીય બજેટ 2023માં મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના સંદર્ભમાં ઉકેલ શોધવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.

જ્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટને શાનદાર ગણાવ્યું હતું. અમે ભારતના સામાન્ય વ્યક્તિઓ માટે આ બજેટ કેટલું ફાયદામાં છે એ તો જનતા જ નક્કી કરશે.