ચીખલી: અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી દ્વારા નવસારી જિલ્લાના ચીખલી શહેરમાં બે દિવસ પહેલા ભાટિયા મોબાઈલના શો રૂમમાં થયેલ 3,29,61,007/- ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં થયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી વી. ચંદ્રશેખર સહેબનાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ નાઓએ એલ.સી.બી.ના અધિકારીશ્રીઓને વધુમાં વધુ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના કરેલ. જેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન.કરમટીયા નાઓએ એલ.સી.બી શાખાના માણસોની ટીમ બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપી સુચના કરેલ જે આધારે શોધી હૃયુમન સોર્સ મારફતે અજયસિંહ ચુડાસમા હે. કોન્સ્ટેબલ નાઓએ મળેલ ચોક્કસ બાતમી ના આધારે નવસારી જિલ્લાના ચીખલી પો.સ્ટે. ગુ.ર.નં – 11822009230128 ઈ.પી.કો. કલમ – 454,457,380 મુજબના કામે સંડોવાયેલા ત્રણ ઈસમોને ચોરાઉ મુદ્દામાલ સાથે ભારે જહેમતથી ઝડપી પાડેલ, તેમજ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના નામ: (1) રીનકભાઈ નગરભાઈ ઝાલા ઉંમર વર્ષ 26 રહે – એ/26, તિર્થનગર સોસાયટી, ધોળકા તા – ધોળકા જી. અમદાવાદ. (2) આસીફ રઝા સ/ઓ રેહબર અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા જાતે – સૈયદ ઉંમર વર્ષ 25, રહેવાસી શાહપુર સીરપુડાગામ તા. જી. સબ્બલ થાના આસમોલી ઉત્તરપ્રદેશ. (3) રિયાઝઉલ સ/ઓ શાઈદઉલ જાતે ઈસ્લામ ઉંમર વર્ષ -22, રહે કોચારીગાવ ચારંગપથાર થાના મુડાજર જિલ્લો હોજઈ આસામ.
કબ્જે થયેલા મુદ્દામાલની વિગત. ઉપરોકત ઈસમોના કબ્જામાંથી ચોરાઉ મુદ્દામાલ જેમાં મોબાઈલ ફોન નંગ -147તથા ટેબલેટ નંગ-3, સ્માર્ટ વોચ નંગ -6, ચાર્જર એડેપ્ટર નંગ -90, ચાર્જર કેબલ નંગ -68, હેન્ડ સ્પ્રી નંગ -8, કેબલ સાથેના કાળા કલરના ચાર્જર નંગ -37,કી – પેડ મોબાઈલ ફોનની બેટરી નંગ -33 મળી કી.રૂ. – 27,91427/- તથા આરોપીઓની અંગઝડતી માંથી મળી આવેલ મો.ફોન નંગ -4 કિંમત રૂ.- 4500/- તથા રોકડ રૂ.-1,430/- મળી કુલ કિંમત રૂ.27,97,357/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. જેમાં બ્રાન્ડેડ કંપનીના આઈફોન, વન પ્લસ, સેમસંગ તથા અન્ય કંપનીના મોબાઇલ ફોન તથા એસરીઝનો સમાવેશ થાય છે.
આરોપીઓના ગુનાહીત ઈતિહાસ.
આરોપી રોનક નાગરભાઈ ઝાલા અગાઉ બે ઘરફોડ ચોરીના ગુનામાં તથા આરોપી આસીફ રઝા સ/ઓ અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા સૈયદ એક ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ છે. ગુનો કરવાની એમ.ઓ. આરોપીઓ શોપિંગ સેન્ટરમાં દુકાનની દીવાલમાં બાકોરું પાડી ચોરી કરેલ છે. શોધાયેલ ગુનો. નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશન ગુ.ર.નં – 11822009230128 ઈ.પી.કો. કલમ – 454,457,380 મુજબ.
આરોપીઓએ ચોરી કરેલ કબુલાત.
(1) આશરે એકાદ મહિના આસપાસ ભાવનગર નજીક બે મંદિરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રૂપિયા તથા ચાંદી ના દાગીનાની ચોરી કરેલ. (2) આશરે એકાદ મહિના આસપાસ ભાવનગર ખાતે ફૂટપાથ ઉપર સૂતેલા મજુરોના બે મો.ફોનની ચોરી કરેલ. (3) આરોપી – આસીફ રઝા સ/ઓ રેહબાર અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા સૈયદનાએ વિશેક દિવસ આસપાસ બેંગ્લોર ખાતે આવેલ ધરમાંવરા ખાતે એક કપડાંની દુકાનમાંથી આશરે સિત્તેરથી વધુ ટી શર્ટ તથા પેન્ટની ચોરી કરેલ હોવાની કેફીયત હાલ સુધી જાણવા મળેલ છે.











