નવસારી- વલસાડ: આજે સવાર થી જ વાંસદા- ચીખલી- ધરમપુર- કપરાડા ડાંગમાં પણ આકાશમાં સૂર્ય દેવએ દર્શન દીધા નથી અને ઘનઘોર વાદળા છવાયેલા રહેતા આજે દિવસ દરમિયાન ઠંડકનો માહોલ રેહશે એવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હાલમાં વાંસદા- ચીખલી- ધરમપુર- કપરાડા ડાંગમાં કાળાંડિબાંગ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક જગ્યાએ વરસાદી છાંટા પડતા આંબા કલમ પર તૈયાર થઇ રહેલા પાકને નુકશાન થવાની શકયતા ના પગલે ધરતીપુત્રોના જીવ પડીકે બંધાઈ ગયા છે.
વાતાવરણ બદલાતાં શહેર માથે કાળાંડિબાંગ વાદળો છવાયાં છે ત્યારે અમુક ગામડામાં પણ છાંટા પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાંસદાના ખેડૂત ચંપકભાઈ જણાવે છે કે ઠંડા પવન સાથે વરસાદી માહોલ કે હળવા ઝાપટાં પડશે તેવી શક્યતા વર્તાઈ રહી છે ત્યારે સૌથી વધારે આંબા ના મોવર ને નુકશાન થશે અમે વ્યાજે રૂપિયા લઈને આંબાની કલમ પર દવાનો છંટકાવ કર્યો છે હવે આ વાતાવરણ અમને દેવામાં ડુબાડી દેશે. શું કરીએ કઈ સમજ નહિ પડતું..!











