ખેરગામ: વર્તમાન સમય હરીફાઈનો ચાલી રહ્યાં છે. ત્યારે મોટા ભાગે યુવક યુવતીઓ સારું શિક્ષણ મેળવી બેરોજગારી સામે રોજગારી માટે ઝજુમી રહ્યા છે. ત્યારે મોટા ભાગે શિક્ષિત યુવાનો પણ પશુપાલન તરફ વળી રહ્યા છે. એવા સમયે ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે ગામના લોકોનું વર્ષો વર્ષનું જૂનું સ્વપ્નું જે અધતન ટેકનોલોજીની સુવિધાઓ સાથેની દૂધની ડેરીનું સ્વપ્ન આજે સાકાર થયું છે.

Decision Newsને મળેલી વિગતો મુજબ 19 જાન્યુઆરી 2023 ના રોજ ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે ગામના વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. આલીપુરના મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રીમાન નરેન્દ્રભાઇ બી. વશી સાહેબ (વસુધરા ડેરી) ના વરદ હસ્તે અધતન ટેકનોલોજીની સુવિધાઓ સાથેની દૂધની ડેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત દુધઘર કમ ગોડાઉનના મકાન બલ્ક મિલ્ક કુલર (શીત કેન્દ્ર) જેનો ખર્ચ 1 કરોડ 20 લાખ થયો છે.

આ પ્રસંગે ડેરીના ચેરમેનશ્રી શ્રીમાન ગમનભાઈ કે. પટેલ સમારંભના પ્રમુખ તરીકે અને ગામના સરપંચ એવા નરેન્દ્રભાઈ યુ. પટેલ તથા ગામના માજી સરપંચશ્રી ઓ અને મંડળી ના કર્મચારીઓ મંત્રી પ્રફુલભાઈ, ટેસ્ટર નરેન્દ્રભાઇ, મદદનીશ દિલીપભાઈ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશભાઈ, મદદનીશ સવિતાબેન ડેરીના કમિટી સભ્યો પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન, ઉષાબેન, જશોદાબેન, શીલાબેન,લીલાબેન, ભાવનાબેન, કલ્પનાબેન, શોભનાબેન, કમળાબેન હાજર રહ્યા હતા. હાલમાં ગામના લોકો માં ખુશીનો માહોલ સર્જાયો હતો.