ચીખલી: ખાંભડા ક્રિકેટ એસોસીએસનના યોગેશ પટેલ અને સરપંચ પરેશ પટેલ સહિતના આગેવાનો દ્વારા ખાંભડા ગામમાં ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં નારણપુર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.
Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 80 કરતા વધારે ટિમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઈનલ અબ્રામા વલસાડ ઇલેવન અને નારણપુર ખેરગામ ઇલેવન વચ્ચે રમાય હતી જેમાં નારણપુર ઇલેવન 10 રને વિજેતા બની હતી અને નારણપુર ગામના લાલુ પટેલ પ્લેયર ઓફ થી ટુર્નામેન્ટ બન્યા હતાં.
આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ધારાસભ્ય અનંત પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને સમાપનમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, શૈલેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર ટુર્નામેન્ટમાં કોમેન્ટર રાજ ચૌહાણે સુંદર કોમેન્ટ્રી કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

