ગુજરાત: ગુજરાતમાં હવે ભુપેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવો ભારે પડશે કલમ 144 ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે કોડ ઓફ ક્રિમીનલ પ્રોસિઝર બીલને મંજુરી મળી ગઈ છે ચુંટણી પહેલાં ગાંધીનગરમાં અનેક કર્મચારીઓ પોત પોતાની માંગોને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા

ગાંધીનગર એક આંદોલનનગર હોય તેમ વિવિધ જગ્યાએ આંદોલનો થઇ રહ્યા હતા પોલીસતંત્રએ ગાંધીનગરમાં 144 કલમ લાગુ હોવા છતાં પણ કોઈ અસર ન હોય તેમ લોકો એકઠા થતા હતા. હવે સરકાર છે કે આ બીલ માર્ચ 2021માં ગુજરાત વિધાનસભામાં રજુ કરાયું હતું. જોકે હવે આ બીલને રાષ્ટ્રપતિની મંજુરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકે છે. ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે છે. કોડ ઓફ ક્રિમીનલ પ્રોસિઝર બીલને મંજુરી મળી ગઈ છે. હવે સરકાર વિરોધ પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

ગુજરાત વિધાનસભામાં આ બીલ રજુ કરાયા બાદ આ બીલ રાષ્ટ્રપતિની મંજુરી પાસે ગયું હતું જે બીલને અત્યારે લીલીઝંડી મળી ગઈ છે. આવનારા સરકાર વિરોધ પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બને ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે.

સોર્સ: zee news ગુજરાતી