સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર -સુરત અને એક્શન યુવા ગૃપ દ્રારા સુરત જિલ્લાના ૯૫% આદિવાસી વિસ્તારમાં ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલ કુદરતી સૌંદર્યથી ભરેલું ગુલીઉમર ગામ ખાતે તાલુકા રમતોત્સવ -2022-23 ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વોલીબોલ, કબડ્ડી, ખો-ખો અને 100મીટર રમતોનું આયોજન કર્યું હતું. સવારે 9:00 ખૌટારામપુરા થી ગુલીઉમર સુધી બેન્ડ પાર્ટી સાથે મસાલરેલી કરવામાં આવી. તાલુકા કક્ષા રમતોત્સવ ૨૦૨૨-૨૩ના ગુલીઉમર ખાતેના કાર્યક્રમમાં 300 વધુ ખેલાડીઓ ભાગ લીધો જ્યારે ૨૦૦૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા.
જુઓ વિડીયો..
કાર્યક્રમ દરમ્યાન મહેમાનો દ્રારા જણાવ્યું કે આદિવાસી સમાજના યુવક-યુવતીઓ, વિધાર્થીઓને શિક્ષણની સાથે રમતગમતમાં વિવિધ વિભાગોમાં હાલની સ્થિતિમાં હાલ આગળ વધી રહ્યા છે. રમતગમત ક્ષેત્રમાં પણ દેશ, રાજ્ય અને જિલ્લા, તાલુકા, ગામનું આને સમાજ નામ રોશન કરી શકાયા છે અને હાલ ગુજરાતની ગોલ્ડન ગર્લ કહેવાતી સરીતા ગાયકવાડ, હિમાદાસ,મુરલી ગાવિત, અંકિતા વસાવા જેવા આદિવાસી સમાજ યુવાઓ આગળ વધી ને દેશનું નામ રોશન કર્યું છે,હાલ સમાજ ને શિક્ષણની તમામ પાસાં આગળ વધી શકીએ એવું જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ શારદાબેન ચૌધરી તાલુકા પ્રમુખ, સચિન શર્મા જિલ્લાના યુવા ઓફિસર નેહરૂ યુવા કેન્દ્ર સુરત, ચંદનબેન વસાવા, ચંદનબેન વસાવા સરપંચ ખૌટારામપુરા, સંદિપ આહિર સી.આર.સી ચકરા,પ્રકાશભાઇ ચૌધરી પ્રા.શા.ખૌટારામપુરા, ગામના પો.પટેલ રાજુભાઇ વસાવા, આકાશ વસાવા,અમરસિગ વસાવા ઉપસ્થિતિમાં રહ્યાં.
યોજાયેલ કાર્યક્રમમાં વોલીબોલમાં કદવીદાદરા વિજેતા થઇ જ્યારે રનઅપમાં ચારણી – A ટીમ રહી.,ખો-ખોની રમતમાં ઓપન ટીમમાં ઉમરગોટ વિજેતા થયું સાથે રનઅપ ઉમરપાડા રહ્યુ. અંડર -14 બહેનોમાં કે.જી.બી.વી બિલવાણ વિજેતા અને રનઅપમાં ખૌટારામપુરા રહ્યું. અંડર -14 ભાઈઓમાં ધાણાવડની ટીમ વિજેતા રહી સાથે રનઅપમાં બિલવાણ રહ્યું. જ્યારે કબડ્ડીમાં ઓપન ટુર્નામેન્ટમાં ચારણી- સી ટીમ વિજેતા થઇ અને રનઅપમાં સેલંબા ટાઇટન્સ રહી. અંડર- 14 બહેનોમાં પ્રાથમિક શાળા ભરાડા વિજેતા સાથે રનઅપમાં પ્રાથમિક શાળા બિલવાણ રહ્યા સાથે અંડર -14 ભાઇઓ કબડ્ડીમાં આદર્શ નિવાસી શાળા,ઉમરગોટ વિજેતા થઇ સાથે રનઅપમાં પ્રાથમિક શાળા ઉચવાણ રહ્યું ટીમ ગેમ્સમાં વિજેતા ટીમો રહી જ્યારે વ્યક્તિગત ગેમ્સમાં ઓપન 100મીટર દોડમાં પ્રથમ ક્રમે અક્ષયભાઇ બીજા ક્રમે માઇકલ વસાવા ત્રીજા ક્રમે આયુષભાઇ સાથે બહેનોમાં પ્રથમ ક્રમે નંદનીબેન વસાવા બીજા ક્રમે રસીલાબેન વસાવા અને ત્રીજા ક્રમે આરૂષીબેન વસાવા રહ્યા.
કાર્યક્રમમાંનું આયોજન કર્યું ત્યારે એક્શન યુવા ગૃપ પ્રમુખ અને ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર -સુરતના જિલ્લા યુવા સલાહકાર સમિતિના સદસ્ય વિજય વસાવા સાથે યુવા ટીમના વિનુભાઇ, ઇશ્વર વસાવા અજય વસાવા અન્ય યુવા સાથીઓ, પ્રાથમિક શાળા સ્ટાફ અને આચાર્ય મેહુલ ઠઠં, દાસુભાઇ વસાવા, જાલમસિગ વસાવા, વસંતભાઇ વસાવા, મહેશ બલદાણિયા, ગ્રામજનો સહયોગ કાર્યક્રમ સફળ રહ્યો.

