ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાના બલ ગામમાં આકસ્મિક રીતે સળગી ગયેલા ઘરોના પરિવારજનોને 149 ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેનના હસ્તે જીવન જરૂરિયાત ચિજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ. વિતરણ સ્થળ પર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.

આ પેહલા ડેડીયાપાડા તાલુકાના બલ ગામે કોઈક અગમ્ય કારણોસર કાચા મકાનોમાં આગ ફાટી નીકળતા નજીકના હેન્ડપમ્પ ઉપરથી પાણી લાવીને આગ ઉપર કાબુ મેળવવાનો ગ્રામજનો દ્વારા નિરર્થક પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ડેડીયાપાડા સાગબારા તાલુકાના ગામોમાં આવી આગ લાગવાની ઘટનાઓ પ્રતિવર્ષ બનતી હોવા છતા તંત્ર દ્વારા અહીં ફાયર સ્ટેશન ઉભું કરવા માટે કોઈજ પ્રયાસો હાથ ધરવામાં આવતા નથી.

પ્રતિવર્ષ આગ ફાટી નીકળવા ના કારણે કઈ કેટલાય ગરીબોના મહેનતથી ઉભા કરેલા મકાનોની સાથે જીવનની પુરી કમાણી પણ આગમાં બળીને સ્વાહા થઈ જાય છે ત્યારે તેને બચાવવા પોતે નિસહાય બની જતા હોય છે. ડેડીયાપાડા, સાગબારા તાલુકાના નવા ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આશા ઊભી થઈ છે કે હવે તેવો જ ફાયર સ્ટેશન ઉભું થાય તેવા પ્રયાસો કરે તેવી હાલ માંગ ઉઠી છે.