કપરાડા: હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ દિનપ્રતિદિન આદિવાસી વિસ્તારોમાં વધી રહ્યા છે ત્યારે એક વખત ફરી ગતરોજ રોજ કપરાડાના કરવડ ગામમાં વહેતી દમણ ગંગા કેનાલના પ્રવાહમાં માથા વગરની લાશ ડૂબેલી હાલતમાં મળ્યાનો કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના કરવડ ગામમાં વહેતી દમણ ગંગા કેનાલના પ્રવાહમાં માથા વગરની લાશ ડૂબેલી હાલતમાં મળ્યાનો કિસ્સાની જાણ થતા જ વાપી GIDC પોલીસને ઘટના આવીને લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
હાલમાં વલસાડ જિલ્લા અને આજુબાજીના વિસ્તારમાં મિસિંગ સગીરોની નોંધાયેલી વિગતો મેળવી સગીરના પરિવારની વલસાડ પોલીસ અને દાદરા નગર હવેલીની પોલીસની ટીમની મદદ મેળવીને આગળની તપાસ શરુ કરી દીધી છે.આવનારા સમયમાં સત્ય બહાર આવશે એ નક્કી છે.











