વાંસદા: માર્ગ પરિવહન ખાતું વાહનોની અવરજવર માટે હાઈવે પોહ્લા બનાવી રહી છે પણ અકસ્માતોની ઘટના ઓછી થવાનું નામ નથી લઇ રહી આજે વાંસદા તાલુકાના જામલીયા ગામમાં માહલા હોટેલની થોડે દુર એક ફોર વ્હીકલ ફિલ્મી ઢબે હવામાં ઉડી ખેતરમાં પછડાયને પલટી મારી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision Newsને જામલિયા ગામના જાગૃત યુવાન પરથી મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના જામલીયા ગામમાં માહલા હોટેલની થોડે દુર 4:15 કલાકની આસપાસ એક ફોર વ્હીકલ પલટી મારી ગઈ હતી તેમનું કહેવું છે ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે ફોર વ્હીકલ GJ-19 એટલે કે બારડોલીની છે અને તેમાં સવાર મુસાફરોને મોટા પ્રમાણમાં ઈજા થવા પામી હતી પણ તાત્કાલિક ધોરણે 108 ની મદદથી તેમને વાંસદા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હાલમાં આ ક્ષમતાનો ભોગ બનેલા મુસફરોની સ્થિતિ સુધાર હાલતમાં છે કે એની કોઈ તાજા જાણકારી Decision Newsને મળી નથી.

