સ્પોર્ટ્સ: 82 વર્ષની ઉંમરે સદીના મહાન ફુટબોલર પેલેએ દુનિયાને અલવિદા કહ્યુ છે. તેઓ કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પેલે કોલોન કેન્સરથી બિમાર હતા. તેમના શરીરના અંગો એક પછી એક કામ કરતા બંધ થવા લાગ્યા હતા. પેલેને કેટલાક દિવસથી સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા.
પેલેના અવસાનથી ફુટબોલ જગત શોકમગ્ન બન્યુ છે. વિશ્વભરમાં શોકની લાગણી છવાઈ છે. દુનિયા દિગ્ગજોએ પેલેના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. બ્રાઝિલ માટે ફોરવર્ડ રમતા પેલેને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ 199માં તેમને એથ્લેટ ઓફ થ સેન્ચુરી કહ્યા હતા.
પેલએ 1363 મેચમાં 1279 ગોલ કરવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. પેલે ફુટબોલ વિશ્વકપ જીતનાર એક માત્ર ખેલાડી હતા. તેઓ 1958, 1962 અને 1970 એમ ત્રણ વિશ્વ વિજેતા હતા. પેલે બ્રાઝિલ માટે સંયુક્ત રુપથી સૌથી વધારે ગોલ કરનાર ફુટબોલર હતા. તેઓએ 92 મેચમાં 77 ગોલ કર્યા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે જ પેલે આંતરરાષ્ટ્રીય મેચનો હિસ્સો બન્યા હતા. 1958ના વિશ્વકપમાં તેઓ ફાઈનલ મેચ રમનાર સૌથી યુવા ખેલાડી હતા.આ વિશ્વકપ ફાઈનલ સાથે જ વિશ્વભરમાં છવાઈ ગયા હતા

