દિલ્લી: અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીનનાં સીમા વિવાદને લઇને હાલમાં થયેલ સૈનિકોની અથડામણનાં મુદા પર લોકસભામાં બુધવારે હોબાળો થયો. કોંગ્રેસ સંસદ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસનાં લોકસભાનાં સભ્યો અને TMCનાં સંસદોએ સદનથી વોકઆઉટ કરી વિરોધ દર્શાવ્યો હતો.

વિપક્ષ દ્વારા ભારત-ચીન મુદા પર કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ વાતચીતની માંગ કરી રહી હતી. તેમણે સંસદમાં કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂએ 1962ની સાલમાં ભારત-ચીન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા કરવાની પરવાનગી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા સ્થિતિ પર ચર્ચાની માંગ કરતાં રહ્યાં છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું હતું, જવાહરલાલ નહેરૂએ આ સદનમાં 165 સાંસદોને બોલવાનો મોકો આપ્યો હતો. અને ત્યારબાદ નક્કી કર્યું હતું કે આપણને શું કરવું જોઇએ.

કોંગ્રેસ નેતાની માંગનો જવાબ આપતાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે જેવી સદનની કાર્યવાહી આગળ વધારી, કોંગ્રેસની સાથે TMCએ પણ વિરોધ પ્રદર્શન કરતાં સદનથી વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સીમા મુદા પર ચર્ચાની અનુમતી ન આપવાનાં આરોપો લગાવ્યાં.