ગાંધીનગર: આજરોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સરકાર બનવા જી રહ્યું છે ત્યારે લગભગ 12 00 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાવાની છે. જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે જ્યારે મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે ત્યારે Decision Newsએ મેળવેલી માહિતી પ્રમાણે શપથ લેવાની આગલી રાતે ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી. જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુબેર ડિંડો, પરષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, બચુ ખાબડ, મુળુ બેરા, બળવંતસિંહ રાજપુત અને જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળશે. તારે આ શપથવિધિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.











