ધરમપુર: ડો. ભીમરાવ રામજી આંબેડકર, જેને આખું વિશ્વ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખે છે તેનું અવસાન  6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. તેની યાદમાં દર વર્ષે 6 ડિસેમ્બરે બાબાસાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે આખા દેશમાં ઉજવાય છે ત્યારેના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પણ આજે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

ઉલ્લેખનીય છે કે ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબ અને દલિત લોકોની સ્થિતિ સુધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી અને સમાજમાંથી અસ્પૃશ્યતા જેવી ઘણી પ્રથાઓને ખતમ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. બૌદ્ધ અનુયાયીઓ દ્વારા આપેલા અભિપ્રાયોમાં જોઈએ તો બાબાસાહેબ આંબેડકરે પોતાના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે. તેથી જ તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે તેમને માનનારા લોકો ઉજવણી કરતાં હોય છે.