સંખેડા: મારી સરકાર મારું મતદાન એવા સૂત્ર સાથે સંખેડાના કલેડિયા ગામની મેઘા દરજીએ વિધાનસભાની ચૂંટણીમાં પીઠી ચોળી લગાવેલી હાલતમાં પોતાનું પ્રથમ મતદાન કરવા મતદાન મથકે પોહ્ચાયા હતા અને મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

જુઓ વિડીયો..

પ્રાપ્ત વિગતો અનુસાર આજે બીજા તબક્કાનું વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે સંખેડા 139 વિધાનસભાનું મતદાન કલેડીયા ગામની મેઘાબેન અતુલભાઈ દરજીએ પોતાના આજરોજ લગ્ન હોવાથી પીઠી ચોળી કલેડીયા પ્રાથમિક શાળા ખાતે પોતાનો પ્રથમ મત આપી મતદાનનો અવસર ઉજવ્યો હતો. અને પોતાના ગામનો છેલ્લો અધિકાર મતદાન કરી પૂરો કર્યો હતો. ત્યારે તેમણે દરેક મતદારને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી કહ્યું હતું કે મારા લગ્ન હોવા છતાં હું પીઠી ચોળી મતદાન કરવા માટે આવી છું તેમ સૌ મતદારો પ્રથમ મતદાન કરે તેવી અપીલ કરી હતી.

Bookmark Now (0)