ચીખલી: રાત્રીના સમયે ચીખલી તાલુકાના માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયાના યુવાનો જયારે બાઈક ઉપર કામ પરથી ઘર પરત ફરી રહ્યા હતા ત્યારે એક દીપડા ગામમાં લટાર મારવા નીકળ્યો હોય તેમ રસ્તા પર દેખાતા યુવાનોએ તેને કેમેરામાં કેદ કરી લીધો હતો.
જુઓ વિડીયો..
માંડવખડક ગામમાં યુવાનો જણાવે છે કે આ દિપડો અવારનવાર આ રસ્તા પર દેખાય છે પણ હજુ સુધી ગામમાં કોઈ જાનમાલનું નુકશાન કર્યું હોય એવું સામે આવ્યું નથી. પણ ગામના લોકોમાં આ માંસાહારી પ્રાણીનો ભય તો જોવા મળી જ રહ્યો છે. દિપડો લટાર મારવા નીકળ્યા તે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે લોકો રાત્રે તો ઠીક પરંતુ દિવસે પણ વાડી કે ખેતર જવામાં ડર અનુભવી રહ્યા છે. દિપડો ખોરાકની શોધમાં જંગલ છોડી અને રહેણાંક વિસ્તાર નજીક આવી રહ્યા છે.

