વાંસદા: નવસારી જીલ્લાની વાંસદા-ચીખલી વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલ નું ગીત ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. ચારે કોર ચૂંટણીનું વાતાવરણ છે ત્યારે જૂના જમાનાના ગીતો અને જીતશે કોણ? અનંત પટેલ નાના નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોની જીભે ચડી ગયું છે. હાલમાં આ ગીત ધૂમ મચાવી રહ્યું છે.

ગીતના શબ્દો સાંભળો ઓડિયો..

ઉલ્લેખનીય છે કે હાલે આદિવાસીના આંદોલનો અને હક્કો, અધિકારોની લડતને કારણે અનંત પટેલ ની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. નાના નાના છોકરાઓ અનંત પટેલ ને નામથી બોલાવે છે. ચૂંટણી પ્રચાર માં કઈક નવું કરવાની વાતોને કારણે પણ અનંત પટેલ પ્રિય છે. “મારું ઘર અનંત નું ઘર” અનંત પટેલ, “સંઘર્ષ યાત્રા”, સંઘર્ષ સભા, રાત્રી સભાઓ અને હવે પછી આ ગીતને કારણે વાંસદા ચીખલી મતવિસ્તાર સાથે ડાંગ, ધરમપુર, ગણદેવી, તાપી, કપરાડાના બેઠકો પર પણ આજ ગીતો ની ધુન પર ત્યાંના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં અનંત પટેલની લોકપ્રિયતાને કારણે બીજી દક્ષિણ ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી બેઠકો પર સીધી અસર અને સીધી જીત પણ જોવાઈ તો નવાઈ નહીં. હવે જોવું એ રહ્યું કે લોકોનો શું છે Decision..