વાંસદા: આજરોજ વાંગણ ગામે વિધાનસભા 177 સીટ પર કોંગ્રેસ પક્ષના નેતા એવા ધારાસભ્યશ્રી અનંત પટેલની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતાં અનંત પટેલનું સ્વાગત આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ તારપુ વગાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Decision Newsને માહિતી આપતા વાંગણ ગામમાં યુવાન અજય કામડી જણાવે છે કે આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના જુજ ગામના શગણભાઈ બિરારી કોંગ્રેસ પક્ષનો કેસ પહેરી 30 જેટલા કાર્યકર્તા સાથે પક્ષમાં જોડાયા હતા તથા BJPના વાંગણ ગામના મશીહા એવા મોહનભાઈ તથા વાંગણ ગામના આદિવાસી કિંગ એવા દીપકભાઈ ચવધરી તથા અજય પાડવી (રાયબોર) એ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી અનંતભાઈને જીતાવાની જાહેરાત કરી હતી. આ મીટિંગમાં ચોરવની ગામના બારકુભાઈની આગેવાનીમાં હજારોની સંખ્યામાં લોકોએ અનંત પટેલને જીતવાની આશા સાથે બારકુભાઈએ જાહેરાત કરાઈ હતી.

આ પ્રસંગે માજી જિલ્લા સદસ્ય એવા બારૂકભાઈ, તાલુકા સદયા પરસુભાઈ, પ્રમુખશ્રી નિકુંજભાઈ, યુવા પ્રમુખ ધર્મેશભાઈ, માજી પ્રમુખ પરભુભાઈ દેશમુખ, ૧૫ ગામના સરપંશ્રીઑ, ઉનાઈ ગામના યુવા સરપંચ શ્રી મનીષભાઈ હાજર રહ્યાં હતા. આખરે રાજુ ભાઈ આંબાપાની સો લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.