એડિલેડઃ ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ છે અને બીજી બાજુ આજે ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. ત્યારે આપણે જોઈએ કેવા રહશે આંકડાઓ..

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઇગ્લેન્ડે 10 મેચ જીતી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. કોહલીએ અહીં તમામ ફોર્મેટમાં કુલ 5 સદી ફટકારી છે. કોહલી દ્વારા કોઈપણ મેદાન પર આ સૌથી વધુ સદી છે. ભારતીય ટીમ આ મેદાન પર બે T20 મેચ રમી છે જેમાં તેણે જીત મેળવી છે. વર્ષ 2016માં ભારતે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 37 રનથી જીત મેળવી હતી. ત્યાર બાદ વર્તમાન T20 વર્લ્ડ કપમાં પણ ભારતે આ મેદાન પર બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું હતું.

એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી સેમીફાઇનલ મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયાએ સારુ પ્રદર્શન કરવું પડશે. રોહિત શર્માએ પોતે પણ સારી રમત બતાવવી પડશે. ભારત માટે સારી બાબત એ છે કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ફોર્મમાં છે અને તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ લયમાં પાછો ફર્યો છે. સેમીફાઈનલમાં ભારતને ફરી એકવાર પોતાના બોલરો પાસેથી સારી રમતની આશા છે.