વાંસદા: ગતરોજ લગભગ 7:00 વાગ્યાની આસપાસ વાંસદાના વાડીચોંઢાં ગામના વળાંક પાસે એક બાઈક અને ટેમ્પોના અકસ્માતની ઘટના થવા પામી હતી જેમાં બાઈક સવાર અને ટેમ્પો ચાલક બંને ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું લોકો કહી રહ્યા છે.

Decision News જ્યારે અકસ્માતના ઘટના સ્થળ પોહ્ચ્યું તો ત્યાં હાજર લોકોમાં પીપલખેડ ગામના દિનેશભાઈ માહલા ઉપસ્થિત હતા તેમને ઘટના વિષે વાત કરતા કહ્યું કે GJ-30- B 3663 નંબરની બાઈક સવાર ધરમપુર સાઈટથી આવી રહ્યો હતો અને ટેમ્પો ચાલક વાંસદા સાઈટથી GJ-17- T-7734 નંબરના ટેમ્પો ચાલકનું અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ન રહેવા કારણે ટેમ્પો બિલકુલ રોંગ સાઈટ આવી ગયો અને પોતાના સાઈટથી આવતા નિર્દોષ બાઈક સવાર અથડાયો હતો જેમાં બંને ચાલકોને ગંભીર ઈજાઓ થવા પામી છે તેમનું કહું હતું કે બાઈક ચાલક વઘઈ ઝાવડા ચિક્કાર ગામનો હતો અને ટેમ્પો ચાલક નાનાપોઢા ગામના હોવાનું જણાયું છે.

અકસ્માત બાદ તાત્કાલિક ધોરણે બાઈક સવાર અને ટેમ્પો ચાલકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં એમની સ્થિતિ શું છે એની તપાસ Decision News દ્વારા કરવામાં આવી પણ હાલમાં તાજા જાણકારી મળી નથી.