ગુજરાત: પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી હતી કે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોના અભિપ્રાયના આધારે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની આજે જાહેરાત કરનાર છે ત્યારે કોણ કોણ રેસમાં છે એ વિષયને લઈને લોકોમાં ખુબ જ ઈંતજારી જોવાઈ રહી છે. ત્યારે કોણ બની શકે છે જો આપની સરકાર બને તો મુખ્યમંત્રી.. આવો જોઈએ

ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી. ત્યારે આજે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થઇ શકે છે.

અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.