નવસારી: આજે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સભાઓ કરી પ્રજાને સંબોધશે જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આજે લોકનેતા અનંત પટેલ જે વાંસદા ચીખલીના ધારાસભ્ય પણ છે જે આજે નવસારી ખાતે પોતાના થયેલા અન્યાય ને લઈને ગુજરાત ભરના આદિવાસી લોકોને ન્યાય મેળવામાં પોતાની સાથે આવવા આહવાહન કર્યું છે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક નવસારી શહેરના લુન્સીકુઈ મેદાનમાં રેલી જોડાવવાના છે જેને લઈને જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યારે બીજી બાજુ ચીખલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી રહ્યા છે જેને લઈને નવસારી જીલ્લામાં પહેલી વખત ચુંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં બમણો ઉમંગ જોવા મળી રહ્યો છે.