વ્યારા: પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર કોલેજ વ્યારા ખાતે ઈન્ટથર પોલીટેક્નીક ચેસ ટુર્નામેન્ટમ ૨૦૨૨-૨૩ નું તારીખ ૧૭/૧૦/૨૦૨૨ અને ૧૮/૧૦/૨૦૨૨નાં રોજ સફળ આયોજન થયું. જેમાં દક્ષિણ ગુજરાતની નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અંતર્ગત ચાલતી કુલ છ પોલીટેક્નીક કોલેજોમાંથી ૫-૫ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ જેમાં મુખ્ય અતિથી તરીકે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્રલ, ન.કૃ.યુ., વ્યારાના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. વી. પી. પટેલ ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટખનો પ્રારંભ કરાવેલ હતો. પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, ન.કૃ.યુ., વ્યારાના આચાર્યશ્રી ડો. વી. એન. પરમાર તેમજ કોલેજનાં અન્ય સ્ટાફ ગણ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચેસ ટુર્નામેન્ટનમાં બોયઝમાં પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, વ્યારા ચેમ્પિયન અને પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, ભરૂચ તેમજ પોલીટેક્નીક ઈન હોર્ટીકલ્ચર, પરીયા રનર્સ અપ થયેલ છે. તેમજ ગર્લ્સમાં પોલીટેક્નીક ઈન હોર્ટીકલ્ચર, પરીયા ચેમ્પિયન અને પોલીટેક્નીક ઈન એગ્રીકલ્ચર, વ્યારા રનર્સ અપ થયેલ છે.

