નવસારી: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોમર્સ વિભાગમાં સેમેસ્ટર-3ની પરીક્ષા 7મી ઓકટોબરના રોજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આજથી આર્ટ્સ ફેકલ્ટીની પરીક્ષાની પરીક્ષાનો આરંભ થઇ ગયો છે જેમાં 30 થી વધુ કોલેજના 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષા આપી છે.
વીર નર્મદ યુનિવર્સિટી સુરત દ્વારા પહેલા ઓનલાઈન પરીક્ષા લેવાવાની હતી પણ બાદમાં સિન્ડિકેટના સભ્યોના વિરોધના કારણે લેખિતમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું. આ પરીક્ષા બહુલક્ષીય પ્રશ્નપત્રો મુજબ એટલે કે ઓ.એમ.આર. મુજબ પરીક્ષા લેવાશે.
પરીક્ષાના ધારાધોરણની વાત કરીએ તો આજે થી જે B.A. SEM-3ની યુનિવર્સિટી પરીક્ષા લેવાશે એમાં MCQ બેઇઝડ ઓફ્લાઈન લેવાશે. OMR sheetમાં કાળજીપૂર્વક વિગત ભરવાનું રહેશે. કોઈપણ સંજોગોમાં બીજી OMR sheet આપવામાં આવશે નહીં. આ માટે વિચારી ને OMR sheet પર વિગત ભરવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં હોલ ટિકિટ અને બોલપેન લઈને બેસવું એના સિવાય અન્ય કોઈપણ પ્રકારના સાહિત્ય કે મોબાઇલ લઈને બેસવું નહીં. OMR SHEET પર કાળજીપૂર્વક વિગત ભરવાનું હોય દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમય કરતાં 30 મિનિટ પહેલા જે તે કેન્દ્ર ઉપર હાજર રેહવું.

