ધરમપુર: આજે ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટિ (માર્કસવાદી-લેનિનવાદી)લિબ્રેશન અને આદિવાસી સંઘર્ષ મોરચા (ASM)નુ સંયુક્ત સમેલનનુ આયોજન કર્યુ. A.S.M નેતા આનદભાઈ ડિ. બારાતની અધ્યક્ષતામા ગુજરાતની હાલની પરિસ્થિતિ અને આવનારી ચૂંટણી વિષયક ચર્ચા થઈ.

છેલ્લા 20 વર્ષથી વધુ સમયમા ભાજપ સરકારે ગુજરાતના કેટલાક ઉધોગપતીઓને દેશ દુનિયાના સૌથી મોટા અધોગપતિઓ બનાવવા સિવાય કશુ કર્યુ નહી. સામાન્ય જનતા ખાસ કરીને મધ્યમ વર્ગ, મજુરવર્ગ, ખેડુત, અલ્પસંખ્યક, તથા સામાન્ય આદિવાસી જનતા ઉપર સરકારે ભૂખમરો, બેરોજગારી, મોઘવારી સતત વધારી રહી છે. ભાજપ સરકાર ગુજરાતને “ગુજરાત મોડલ” નામ ઉપર હિન્દુ-મુસલમાન, સર્વણ-દલિત બક્ષિપંચ અને અન્ય જાતિઓમાં વૈમનસ્ય પેદા કરીને “ભાગલા પાડો અને રાજ કરો”ની નિતિ ઉપર ચાલી રહી છે. ગુજરાતમા કોગ્રેસ ઉપરથી જનતાનો ભરોસો ઊઠી ગયો છે હાલમાં અડધા ડઝન રાજ્યોમા અને ગુજરાતમાં ચૂંટાયેલા કેટલાક ધારા સભ્યો 100 થી ઊપરાંતના ધારા સભ્યો કરોડો રૂપિયાની લાલચમા ભાજપમા જોડાઈ ગયા છે. કપરાડાના હાલના ધારાસભ્ય તેનુ ઉદાહરણ છે.

આમ આદમી પાર્ટિ (AAP)એ પણ દિલ્હીમાં વીજળી-પાણી ફી કરવા સિવાય મજુરોની મુળભુત માંગોને તેમના વાયદા પ્રમાણે કરવમાં નિષ્ફળ રહી છે.દિલ્હીના લગભગ 30 લાખ મજુરો સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓને કોન્ટ્રાકટરોના શોષણથી મુક્ત કરીને કાયમી કરવાના વચનથી હાટી ચુક્યા છે અને અધોગપતિઓને અરબો-ખરબોનો ફાયદો પહોચાડી રહયા છે. ઉપરની આ તમામ પાર્ટિઓ આદિવાસી હીતના નામે કશુ કર્યુ નહી

આ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામ વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષોમા CPI (M-L) લિબ્રેશન પાર્ટિએ આદિવાસીઓના હીતના રક્ષા માટે અગણિત સંઘર્ષ કર્યા છે. ભુમાફિયા અને સરકાર દ્વારા ભોળાભાળા આદિવાસીઓની જમીન હડપવાળાની વિરુધ્ધ પાર્ટીએ બહાદુરીથી સંઘર્ષ કર્યુ અને આગળ પણ કરતી રહેશે.