ખેરગામ: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા તે સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ધારાસભ્ય લોહિ લુહાણ થયા હતા. જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ શાંતિ સલામતી માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગતરોજ પ્રેદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી વગર અચાનક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ધરણાં ઉપર બેસેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોને ડિટેઇન કરવા જતાં ફરી વાતાવરણ ગરમાયુ હતું.

જીગ્નેશ મેવાણી દ્વારા આજે નવસારી આવવાની જાહેરાત કરવામાં આવી છે. ખેરગામમાં આગામી 9 દિવસ માટે ચાર થી વધુ લોકોને ભેગા થવા, રેલી સરઘરસ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.