વાંસદા: ઉનાઈ માંથી શરૂ થનારી ગુજરાત ગૌરવયાત્રામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે ત્યારે તેના તૈયારીના ભાગરૂપે આજે પ્રદેશ કક્ષાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત પુરવઠા અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે હાજરી આપી હતી.

ભારતીય જનતા પાર્ટીમાં ચાણક્ય ગણાતા ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી ઉનાઈમાં માતાજીના દર્શન કરી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવનાર છે તેને લઈને આજે ગુજરાત પ્રદેશ કક્ષાએથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાંથી અંદાજિત 50 હજારથી વધુ લોકો ભેગા કરવાનો લક્ષ રાખવામાં આવ્યો છે.

આ યાત્રા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આદિવાસી વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સભા ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાવશે એવું માનવા આવી રહ્યું છે.