ધરમપુર: આજરોજ ધરમપુર નગરપાલિકામાં આવેલ વોર્ડ નં.-04માં લક્ષ્મી રેસીડેન્સી જકાતનાકા, ધરમપુરની બિલ્ડીંગમાંથી નીકળતું ખાળ કૂવાનું ગંદુ પાણી બાબતે પ્રાંત સાહેબશ્રી અને ચીફ ઓફિસરશ્રી નગર પાલિકા ધરમપુરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી
માહિતી મુજબ લક્ષ્મી રેસીડેન્સીમાંથી નીકળતું ખાળ કુંવાનું ગંદુ પાણી છેલ્લા ઘણા વર્ષોથી નીકળી રહ્યું હોય જેના કારણે ગરીબ આદિવાસી લોકોના સ્વાસ્થય સાથે ચેડા, ખેતીની ફળદ્રુપ જમીનને નુકશાન, સ્કૂલના બાળકોને આવવા જવા તખલીફ પડી રહી હોઈ અને મેઈન રસ્તા પર પાણી ખુબજ દુર્ગંધ મારી રહ્યું હોય વોર્ડના ગણા લોકો એકી સાથે બીમાર પડી ગયા હતાં અને ગરીબ આદિવાસી લોકો રહેતા જેના કારણે વહીવટી તંત્ર ધ્યાંને લેતું નથી ગરીબ આદિવાસીઓ સાથે ધરમપુર નગરપાલિકા દ્વારા ભેદભાવ ભર્યું વલણ અપનાવી રહ્યું હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી દિવસો માં આ રેસિડેન્સી ને તાળબંધી કરી લક્ષ્મી રેસિડેન્સી નીચે ધરણા પ્રદર્શન લેખિત રજુઆત કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો બહેનો અને વડીલો અને મોહના કાઉચાળીના સરપંચશ્રી દેવું મોકસી, નિર્મલભાઈ (રાજા)રિતેશ ભાઈ અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હજાર રહ્યા હતા

