બોડેલી-સંખેડા-નસવાડી: હાલમાં જ બોડેલી, સંખેડા, નસવાડી એમ ત્રણ તાલુકાના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) ના કર્મચારીઓએ વેતન વધારા અંગે નાયબ કલેકટર બોડેલીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 37 વર્ષથી નજીવા વેતનમાં ફરજ બજાવતા રાજ્યના હજારો કર્મચારીઓ જેમાં 80% કરતા વધારે મહિલા કર્મચારીઓ છે. જેમાં મુખ્યત્વે વિધવા, ત્યક્તા અને શિક્ષિત બેરોજગાર બહેનો ફરજ બજાવે છે. જેઓ સંચાલક, રસોઈયા, મદદનીશની પોસ્ટ મુજબ માસિક માનદ વેતન 1600, 1400, અને 500 રૂપિયા ન જેવું વેતન આપવામાં આવે છે. આ કાળજાળ મોંઘવારીમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે અવાર નવાર વેતન વધારવા બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં છેલ્લા 5વર્ષથી એટલે કે 2016 થી બાદ વેતન વધારવા માટે ન્યાય મળેલ નથી. આ બાબતે પી.એમ.પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્ય(મધ્યાહન ભોજન યોજના કર્મચારી પ્રતિનિધિ મંડળ) રાજ્યના હજારો કર્મચારીઓ નિરાશ થયેલ છે.
મધ્યાહન ભોજન યોજના કર્મચારીમાંથી 70% કરતા વધારે કર્મચારીઓ શાસક પક્ષની વિચાર ધારા સાથે સહમત છે. જેમાં 5 વર્ષથી વેતન વધારવા બાબતે પી.એમ.પોષણ કર્મચારીના વેતન વધારવા બાબતે ઉદાસીનતા ના કારણે સરકાર સુધી આ પત્ર પહોંચે અને કર્મચારીઓની લાગણીને માન આપી માનદ વેતન ધારો લાગુ પાડી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.