સાગબારા: કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતની બાર ગેર આદિવાસી જાતિઓને એસ.ટીમાં સામેલ કરીને આદિવાસી સાથે ઘોર અન્યાય કર્યો છે જેના વિરોધમાં જય બિરસા બ્રિગેડ ગૃપ દ્વારા મામલતદાર સાગબારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ સાગબારા ખાતે ૧૪-૦૯-૨૦૨૨ના રોજ આદિવાસી સમાજ દરેક પાર્ટીના સંસદ તથા આદિવાસી સમાજના આગેવાનો ને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ કરવામાં આવ્યો છે. એક બાજુ આદિવાસી સમાજના લોકોને સરકારી નોકરી નોકરી મળે તો એમની પાસે ૧૯૫૦/૬૦ પહેલા પુરાવા માંગવામાં આવે છે. ૭૩એએ તથા ધોરણ ૧ ભણ્યા હોય એનો શાળામાં હોય એનો શાળાનો વયપત્રક ઉતારો,તથા પિતા જે શાળામાં ભણ્યા હોય તેનો હોય એની ડોક્યુમેન્ટ એવા ૧૦ થી જાતના પુરાવા માંગવામાં આવે,તો પછી ૧૨ બિન આદિવાસી સમુદાયોને ક્યાં બેઝ પર અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કર્યો. કેન્દ્ર સરકાર દ્રારા અનુસુચિત જનજાતિ માંથી ખોટા આદિવાસી સર્ટીફીકેટને દુર કરીને સાચા આદિવાસી તથા અનામત ખતમ કરવાનો એક પ્રયાસ લાગી રહ્યો છે.
સરકાર વહેલી તકે નિરાકરણ લાવી આદિવાસી સમાજને ન્યાય આપે નહિતર આવનારા સમયમાં સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન થશે જેની જવાબદારી સરકારની તથા તંત્રની રહેશે.

