ધરમપુર: ગતરોજ 9:00 વાગ્યાની આસપાસ ફરી વાર એક નિર્દોષ વ્યક્તિ વહીવટી તંત્રની લાપરવાહીના કારણે ધરમપુર તાલુકામાંથી પસાર થતો નેશનલ 56 વાપી શામળાજી રોડ પર આવેલ માન નદીને પુલ પર ખાડામાં મોટર સાયકલ લઇ પડતા અકસ્માતનો ભોગ બન્યો.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી અને ગરીબ નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને થોડા દિવસ અગાઉ અમે વૃક્ષની ડાળીઓ રોપી ખાડા બાબતે વિરોધ કર્યો હતો ત્યારે વહિયાળ ગામના સરપંચશ્રી જોરશોર થી મેસેજ દ્વારા કહી રહ્યો હતો કે વરસાદ ખુલતા ખાડાઓ પુરાવી દઇશુ અમારી જવાબદારી છે એ ભાઈને ખાસ વિંનતી કે આજે વરસાદ ખુલીયોને 3 દિવસ થઈ ગયા છે પરંતુ તંત્રને ફુરસદ નથી
તેમણે વધુમાં જણાવ્યું કે આગામી દિવસો તંત્ર દ્વારા યોગ્ય પેચ વર્ક કરવા ખાસ વિંનતી છે અને જે બાબતની ઘણી વાર લેખિત માં રજૂઆત કરી છે નહિ તો પ્રજાના હિતને ધ્યાને રાખીને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

