ધરમપુર: વરસાદી માહોલ દરમિયાન અવનવા ઘટના સામે આવી રહી છે ત્યારે આજે સવારે અચાનક મહારાષ્ટ્ર તરફ થી ખાંડની બોરીઓ ભરેલી ટ્રક ધરમપુર તરફ જઈ રહી હતી ત્યારે વલસાડના કપરાડાના જોગવેલ ગામ નજીકની ઘટના ખાંડની બોરીઓ ભરેલી ટ્રક ભડકે બળવાનો બનાવ સામે આવતાં સમગ્ર લોકોમાં કુતુહુલ સર્જાયું હતું
જુઓ વિડિઓ…
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના કપરાડાના જોગવેલ ગામ નજીક આજે સવારે અચાનક મહારાષ્ટ્ર તરફ થી ખાંડની બોરીઓ ભરેલી ટ્રક ધરમપુર તરફ જઈ રહી હતી ત્યારે ખાંડની બોરીઓ ભરેલી ટ્રક ભડકે બળવાનો બનાવ સામે આવ્યા છે. આખી ટ્રક આગ ની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. મુખ્ય રોડ પર ટ્રકમાં લાગેલી આગને કારણે વાહન વ્યવહારને અસર જોવા મળી હતી.
વલસાડના કપરાડાના જોગવેલ ગામ નજીક ટ્રકમાં લાગેલી આગની ઘટના ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહિ થયાનું જાણવા મળ્યું છે આ આગ લગવાનું કારણ અકબંધ છે.

