ધરમપુર: વરસાદી માહોલમાં ધરમપુરના વરસાદી દેવાના સ્થાનક તરીકે ઓળખાતા પીપરોળ ડુંગર પર જાયન્ટસના ગ્રૂપ ઓફ વલસાડ દ્વારા ગરમાળો, કાજુ, ખાટી આમલી વગેરે વૃક્ષોના છોડનું વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ જાયન્ટસના આદ્ય સ્થાપક પદ્મશ્રી નાના ચૂડાસમાએ એક સમયે ‘ગ્રીન મુંબઈ ક્લીન મુંબઈ’ ની ઝુંબેશ ઉપાડેલી. પર્યાવરણ ક્ષેત્રે એમણે કરેલી કામગીરીને ધ્યાને લઇ જાયન્ટસ ગ્રૂપ વલસાડના પ્રમુખશ્રી ડૉ. આશા ગોહિલ તથા પ્રોજેક્ટ ચેરમેનશ્રી હાર્દિક પટેલ, રાજુભાઇ ઓઝા, અર્ચનાબેન ચૌહાણ જેમાં સપ્તપર્ણ, કદંબ, ગુલમહોર, ગરમાળો, કાજુ, ખાટી આમલી, આસોપાલવ ઈત્યાદિ 300 જેટલાં રોપા રોપ્યા.

આ કાર્યક્રમ સફળ બનાવવામાં શ્રી નીલમભાઈ (ખોબા)ની તથા અન્ય સંસ્થાની મદદ મળી રહી છે. નાનાંમોટાં વૃક્ષો વાવી, એની જાળવણી કરવી એવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો.