ચીખલી: ગુજરાત સરકાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે વિશ્વકર્મા જયંતિ નિમીત્તે તા-૧૭-૦૯-૨૦૨૨ ના રોજ પાસ આઉટ થયેલ તાલિમાર્થીઓનો કૌશલ દિક્ષાંત સમારોહ યોજાયેલ હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ સંસ્થામાં ચાલતા એક વર્ષના ટ્રેડ (૧) કોપા (૨) વેલ્ડર (૩)મીકેનીક ડીઝલ (૪) સુઇંગ ટેક્નોલોજી અને બે વર્ષના ટ્રેડ (૧) વાયરમેન (૨) ઇલેક્ટ્રીશીયન (૩) ફીટર (૪) લેબોરેટરી આસીસ્ટન્ટ કેમીકલ પ્લાન્ટ ના કુલ પાસ આઉટ થયેલ ૧૪૫ તાલીમાર્થીઓ પૈકી હાજર રહેલ ૧૩૯ તાલીમાથીઓને સંસ્થાના આચાર્યશ્રી વી.એલ.પટેલ તથા પધારેલ મહાનુભવો શ્રી પ્રકાશ કોલ્પે (DGM- Bipico Industries Tool Pvt. Ltd.) , શ્રી શૈલેષ એલ. દવે (Director Laxmiprasad Pums Pvt. Ltd.) તથા ડો. જે.બી.પટેલ (Principal Govt. Science College, Chikhli) ના હસ્તે નેશનલ ટ્રેડ સર્ટીફીકેટ અને શુભેચ્છા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગત્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી. સંસ્થાના આચાર્યશ્રી દ્વારા પધારેલ મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થાના આચાર્યશ્રી તેમજ પધારેલ મહાનુભવો દ્વારા પાસ આઉટ થયેલ તાલિમાર્થીઓને એપ્રેન્ટીસ ટ્રેનીગનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભ-કામના આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સ્ટાફ તેમજ ટ્રેનીંગ લઇ રહેલ તાલીમાર્થીઓએ મહત્વનો ફાળો આપ્યો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.