વાંસદા: આજરોજ ગાંધીનગરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની જેમ જ વાંસદા તાલુકાના મનપુર ગામમાં આવેલ ITIના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા અને ગ્રેડ પેમાં સુધારાની મુખ્ય માંગને લઈને સુત્રોચાર સાથે માસ CL કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કર્મચારી મહામંડળે ગુજરાત સરકારે 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાતનો વિરોધ કરતાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે, એ યોજના તો ચાલુ જ છે, અમારી માંગ 2005 પછી નોકરીમાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની માંગ હતી. જેથી અમે સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ.

વાંસદાના ITIના એક કર્મચારીનું Decision Newsને કહેવું છે કે આજરોજ ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ વર્ગ -૩ ના માસ CL નો કાર્યક્રમ રાખેલ છે અને જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા અને ગ્રેડ પેમાં સુધારાની અમારી મુખ્ય માંગ છે અને માસ CL કાર્યક્રમ પછી પણ જો સરકાર સહકાર ન આપે તો તો અમે ઉગ્ર આંદોલન કરીશું એમ જણાવ્યું હતું.