કપરાડા: હાલમાં આદિવાસી યુવાનોમાં દરેક ક્ષેત્રમાં પોતાનો પરચમ લહરાવી રહ્યા છે ત્યારે કપરાડા જેવા નાત્રીયાલ વિસ્તારમાંથી આવતાં યુંઅવાને રાજનીતિમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે આજે ઓલ ઈન્ડિયા નેશનલ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયા ( NSUI ) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્યના પ્રદેશ મંત્રી કે દશરથ કડુંની તાજેતરમાં વરણી કરવામાં આવી છે.

Decision Newsને મળેલી વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં 2017ની ચૂંટણી પ્રક્રિયામાં દશરથ કડુ કપરાડા એન એસ યુ આઈ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીના નિકાકરણની પ્રાથમિક ફરજ સમજી અનેક વિદ્યાર્થીઓના અવાજ બની તેમના પ્રશ્નને વાચા આપી જેની નોંધ પ્રદેશ NSUI દ્વારા લેવાતા 2019માં વલસાડ જિલ્લા NSUI ના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જેના દ્વારા ગત તારીખ 14 સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી દ્વારા NSUIના પ્રદેશ મંત્રી દશરથ કડુની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતના NSUI નું સંગઠન વધુ મજબૂત કરવા બાબતે તમામ શહેરો અને જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. દશરથ કડુની ગુજરાત પ્રદેશ NSUI મંત્રી તરીકે નિમણૂક થતાં જ યુવાઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.