નર્મદા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી નર્મદા દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૨ -૨૩ આદર્શ નિવાસી (શાળા) કુમાર, દેડીયાપાડા. જીલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ લોક નૃત્ય માં પ્રથમ (કુલ-૨૦ વિદ્યાર્થી), 2) ભજન સ્પર્ધામાં પ્રથમ સુખદેવ કુમાર વસાવા (કુલ – 3), 3) હાર્મોનિયમમાં પ્રથમ જૈવિક કુમાર વસાવા, 4) લગ્નગીતમાં બીજો સુખદેવકુમાર વસાવા, ઇન્દ્રસિંગકુમાર વસાવા (કુલ- 2) છે આ સફળતા પાછળ આચાર્ય શ્રી શંકરભાઈ જે.વસાવા છે એવું માનવામાં આવી રહ્યું છે તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી.
અને આ સફળતામાં શાળાના શિક્ષક સંજયભાઈ. ડી વસાવા અને અજિતભાઈ.જી વસાવાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આગળ ઝોન કક્ષાએ પણ પ્રથમ આવવા માટે આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓ પાસે તૈયારીઓ ચાલુ કરાવી દીધી છે.