ખેરગામ: ચોમાસું થમ્યું પણ આ ખરાબ રસ્તાના કારણે અકસ્માતોની સંખ્યા થમવાનું નામ નથી લઈ રહી ત્યારે ખેરગામમાં સવારે 7: 00 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો હતો જેમાં એક છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું સુત્રો જણાવે છે.

Decision News ને આજે ખેરગામમાં સવારે 7: 00 વાગ્યાની આસપાસ એક અકસ્માત થયો હતો જેમાં એક છોકરી પગમાં ફેકચર થયાના લીધે ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે એમને બહેતર સારવાર મળી રહે એ અર્થે ચીખલીની આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આપણા માર્ગો એટલા ખરાબ છે કે તે હવે જીવલેણ બન્યા હોય એવો આભાસ થયા છે દરરોજ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. આજની ઘટનામાં ઘાયલ બનેલી છોકરી તાજા મળેલી જાણકારી મુજબ હાલમાં ખતરાથી બહાર છે. પરિવારને જાણ થતા જ તેઓ હોસ્પિટલમાં પોહચ્યા છે.